Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વલસાડ જિલ્લા ભાજપ સંગઠનમાં આઈટી, સો. મીડિયા અને મીડિયા વિભાગના હોદ્દેદારો વરણી

વલસાડ જિલ્લા ભાજપ સંગઠનમાં  આઈટી, સો. મીડિયા અને મીડિયા વિભાગના હોદ્દેદારો વરણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા દ્વારા ભાજપના વિવિધ મોરચા અને સેલને વધુ સક્રિય તથા મજબૂત બનાવવાના હેતુથી નવી નિમણૂકો કરવામાં આવી છે. આર્ગનાઇઝેશનને ડિજિટલ અને મીડિયા ક્ષેત્રે વધુ વેગ આપવા માટે આઈ.ટી., સોશિયલ મીડિયા અને મીડિયા સેલના સહ કન્વીનર પદે સત્તાવાર હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આઈ.ટી સહ કન્વીનર ઉર્વીશ કુંતેશભાઇ ભટ્ટ, આઈ.ટી. સહ કન્વીનર શિરીષભાઇ છનાભાઈ ભોયા, સોશીયલ મિડીયા સહ કન્વીનર નિલેશ હરિચંંદ્ર તિવારી, સોશીયલ મિડીયા સહ કન્વીનર રોનક કિરણસિંહ જાદવ, મિડીયા સહ કન્વીનર જય પૂર્વેશ વૈદની નિમણૂક થતા તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
નવા નિમણૂંક પામેલા હોદ્દેદારો ભાજપની નીતિ-રીતિઓ અને લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવશે.