Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ધરમપુરમાં આર્ચ દવાખાના પાસે ધસી પડેલા રોડનું પુરાણ કરાયું

ધરમપુરમાં આર્ચ દવાખાના પાસે ધસી પડેલા રોડનું પુરાણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૭ ઃ ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં આર્ચ દવાખાના પાસે નવા પુલના આગમનને અડીને રોડ ધસી પડતાં સર્જાયેલા જોખમ અંગે દમણગંગા ટાઈમ્સમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ આખરે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે.
ભારે વરસાદના કારણે રોડ ધસી પડતાં મોટો ખાડો પડ્યો હતો અને અકસ્માતનો ભય ઉભો થયો હતો. અહેવાલ બાદ પાલિકા દ્વારા સ્થળ પર જેસીબી મોકલી રો-મટીરિયલથી ખાડાનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોઍ તંત્રની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે, પરંતુ કામચલાઉ પુરાણને બદલે રોડનું કાયમી અને ગુણવત્તાસભર સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. દમણગંગા ટાઈમ્સના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.