Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

અોલગામમાં કેન્સર સ્ક્રીનીંગ અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

અોલગામમાં કેન્સર સ્ક્રીનીંગ અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ સેવા હી સંગઠનના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ઍક સરાહનીય આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણાબેન પટેલની આગેવાની હેઠળ વલસાડ તાલુકાના ઓલગામ ગામે આ ફ્રી કેન્સર સ્ક્રીનીંગ અને જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (નિરાલી હોસ્પિટલ) અને કોટક મહિન્દ્રા બેંકના વિશેષ સહયોગથી વલસાડના ઓલગામ ગામે   વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા  પ્રમુખ પ્રવિણાબેન પટેલની આગેવાની હેઠળ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને કોટક મહિન્દ્રા બેંકના સહયોગથી  કેન્સર સ્ક્રીનીંગ (કેન્સરની વહેલી તકે નિદાન સેવા) અને જનરલ હેલ્થ ચેકઅપ રાખવામાં આવતા  ઓલગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓઍ ઉપસ્થિત રહીને નિષ્ણાત તબીબોની સેવાઓ અને આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.

સ્થાનિક લોકોઍ મહિલા મોરચા અને નિરાલી હોસ્પિટલની આ સામાજિક અને આરોગ્ય વિષયક સેવાકીય કામગીરીને બિરદાવી હતી.