Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

ધરમપુરના હેદરી ગામની પ્રાથમિક શાળાની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી

ધરમપુરના હેદરી ગામની પ્રાથમિક શાળાની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી


વાપી, તા. ૬ ઃ વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાગવાને આજે ધરમપુર તાલુકાની મુલાકાત દરમિયાન હેદરી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ધોરણ-૫ના વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો અને તેમની શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કર્યું.
જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓને અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાંથી વિવિધ પ્રશ્નો પૂછી તેમની સમજશક્તિ અને જ્ઞાનની ચકાસણી કરી હતી. ઉપરાંત ધોરણ-૫ના ઍક વિદ્યાર્થીને પાંચ અને છના ઘડિયા બોલવા કહેતા વિદ્યાર્થીઍ આત્મવિશ્વાસપૂર્વક તરત જ ઘડિયા સંભળાવ્યા હતા. વિદ્યાર્થીઓની તૈયારી અને આત્મવિશ્વાસ જોઈ જિલ્લા કલેક્ટરે ખુશી વ્યક્ત કરી હતી તેમજ શિક્ષકોના કાર્યની પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર નીતિન સાગવાને શાળાના વિદ્યાર્થીઓ સાથે જમીન પર બેસીને મધ્યાહ્ન ભોજન પણ લીધું હતું. જિલ્લા કલેક્ટરને પોતાની વચ્ચે જોઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ધરમપુર તાલુકાના મામલતદાર, ગામના સરપંચ ભાઈજીબેન રમણભાઈ મસ્યા અન્ય સંબંધિત અધિકારીઓ તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્ના હતા.