પારડીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો શુભારંભ કરાયો
- byDamanganga Times
- 07 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૦૬ ઃ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ભારત સરકારના નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો પ્રારંભ વડા-ધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને કિલ્લાપારડી બ્રહ્માકુમારીજ દ્વારા બ્રહ્માકુમારી પારુલબેન અને મીનલ બેને દીપપ્રાગટ્ય કરી અભિયાન નો શુભારંભ કરાવ્યો હતો આ મહાઅભિયાન ૬ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશમાં યોજાશે.
ઉપરોક્ત માહિતી આપતા કિલ્લાપારડીના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી પારુલ બહેને જણાવ્યું હતું કે, આ અભિયાન બ્રહ્માકુમારીઝની પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિને સમર્પિત છે. અભિયાનનો મુખ્ય હેતુ દેશના ૧૦ કરોડથી વધુ નાગરિકોને નશામુક્તિનો સંકલ્પ અપાવી, જનજાગૃતિ ફેલાવવી, રાજયોગ ધ્યાન દ્વારા સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવી તથા નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારી વધારવી છેઆ અવસરે મુખ્ય અતિથિઓ, સરકારી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, શિક્ષણવિદો, ડૉક્ટરો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા સંગઠનો તેમજ બ્રહ્માકુમારી પરિવારના ભાઈ-બહેનો ઉપસ્થિત રહયા હતા કાર્યક્રમ દરમિયાન સૌ નાગરિકોને નશાથી દૂર રહેવા, પોતાના પરિવારને નશામુક્ત બનાવવા, મિત્રો અને સમાજને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવા તથા ઓછામાં ઓછા ૫૦ લોકોને નશામુક્તિ પ્રતિજ્ઞા સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવશે.
અભિયાન અંતર્ગત સમગ્ર કિલ્લાપારડી તાલુકા ની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ, આરોગ્ય સંસ્થાઓ, ઔદ્યોગિક ઍકમો, ગ્રામ પંચાયતો અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમો, રાજયોગ ધ્યાન સત્રો, પ્રેરણાત્મક વ્યાખ્યાનો, રેલીઓ અને પ્રતિજ્ઞા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નાગરિકો લીક કે મ્ય્ કોડ સ્કેન કરીને અથવા ષ્ર્ત્ર્ીદ્દસ્ન્ખ્ષ્ટષ્ટ નંબર ૯૪૧૪૧૫૪૦૦૦ પર ભ્ન્ચ્ઝ઼ઞ્ચ્ લખીને પણ નશામુક્તિ પ્રતિજ્ઞામાં જોડાઈ શકે છે સંપૂર્ણ દેશના દરેક નાગરિકને આ ઐતિહાસિક અભિયાનમાં જોડાઈને નશામુક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
