Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

વલસાડ રેલ્વે હોસ્પિ.નો ઍસ.અો. ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો

વલસાડ રેલ્વે હોસ્પિ.નો ઍસ.અો. ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા. ૬ પડ્ઢિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવતી વલસાડ રેલવે હોસ્પિટલના ઍક કર્મચારીને સીબીઆઈ  ગાંધીનગરની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા રેલવે તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
 વલસાડ રેલવે હોસ્પિટલ ખાતે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા વિશ્વેશ્વરકુમાર બેહેરા સામે ગાંધીનગર ઘ્ગ્ત્ ને ઍક નિવૃત્ત રેલવે કર્મચારી દ્વારા ગંભીર ફરિયાદ મળવા પામી હતી. ફરિયાદીના મેડિકલ  તબીબી ખર્ચના બિલ પાસ કરવાના અવેજ પેટે આરોપી ઓ. ઍસ. દ્વારા રૂ. ૨૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી.
આ લાંચના પ્રથમ હા પેટે રૂ. ૧૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. જે આધારે ઘ્ગ્ત્ ની ટીમે વલસાડ શહેર વિસ્તારમાં વોચ ગોઠવીને ૫ ઓગસ્ટના રોજ સાંજે ૬ કલાકે  આરોપી વિશ્વેશ્વર કુમાર બેહેરાને રૂ. ૧૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા જ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
હાલ ગાંધીનગર ઘ્ગ્ત્ ની ટીમ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.