વલસાડમાં રેલ બાદ પાલિકાની સફાઈ કામગીરી સામે ભારે કચવાટ
- byDamanganga Times
- 07 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ શહેરમાં બે વખત આવેલા રેલના પાણી તો ઓસરી ગયા અને રોગચાળાઍ માથું ઊંચક્યું છે. ઍક તરફ ખાનગી અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય રહ્ના છે, તો બીજી તરફ નગરપાલિકા ઍ મુખ્ય બજારો અને વીઆઇપી વિસ્તારોમાં સફાઈ કરી જયારે કાશ્મીરી નગર જેવા સ્લમ વિસ્તારોમાં હજુ પણ ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્યથી રહીશો પરેશાન થઈ રહ્ના છે.
વલસાડ નગરપાલિકા માજી -મુખ રાજુ મરચા ઍ જણાવ્યું કે વલસાડમાં તાજેતરમાં બે વાર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ હવે શહેરમાં કાદવ-કીચડ, ગંદકી અને મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્ના છે. સ્થાનિક આગેવાનો અને નાગરિકો આક્ષેપ કરી રહ્ના છે કે નગરપાલિકા ઍ દાણા બજાર જેવા મુખ્ય વિસ્તારોમાં -ાધાન્ય આપીને તાત્કાલિક સફાઈ કરાવી દીધી, પરંતુ કાશ્મીરી નગર, તળિયાવાડ,બરૂડિયાવાડ, વલસાડ પારડી જેવા સ્લમ વિસ્તારોને ભગવાન ભરોસે છોડી દીધા છે. આ વિસ્તારોમાં હજુ પણ કાદવ કિચડ સાથે ગંદુ પાણી ભરાયેલું છે.વલસાડ નગરપાલિકા સંચાલિત નગર પાલિકા હોસ્પિટલ ના ડૉ. રોહન પટેલે જણાવ્યું કે પૂરના પાણીમાં ચાલવાના કારણે લોકોના પગ ફાટી ગયા છે અને તાવ તેમજ ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થયો છે. તંત્ર માત્ર ગોળીઓ આપીને સંતોષ માની રહ્નાં છે, પરંતુ જરૂરી મેડિકલ કેમ્પ કે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી નથી. રોગચાળાની ગંભીરતાનો અંદાજ વલસાડની હોસ્પિટલોમાં જોવા મળતી દર્દીઓની લાંબી કતારો પરથી લગાવી શકાય છે. ખાનગી અને સરકારી દવાખાનાઓના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્ના છે. ઓપીડીમાં દર્દીઓનો ધસારો અચાનક વધી ગયો છે. રોજના ૧૦૦ થી ૧૫૦ જેટલા દર્દીઓ માત્ર ઍક જ ક્લિનિકમાં નોંધાઈ રહ્ના છે. જેમાં ખાસ કરીને ઝાડા-ઊલટી, ડેન્ગ્યુ અને વાયરલ તાવના કેસો વધુ છે. હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓનો આંકડો પણ વધી રહ્ના છે વલસાડમાં બે વાર પુર આવ્યા બાદ સાફ-સફાઈ ના અભાવે તબીબો દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને પીવા માટે માત્ર ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી જ વાપરવા, બહારનો અને ખુલ્લો ખોરાક સદંતર બંધ કરવા જણાવાયું છે.
મચ્છરજન્ય રોગોથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને આખા શરીરને ઢાંકે તેવા પૂરા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકોમાં ખાંસી, શરદી અને તાવના લક્ષણો દેખાય તો તેમને શાળાઍ ન મોકલવા અપીલ કરાઈ છે, જેથી અન્ય બાળકોમાં ચેપ ફેલાતો અટકાવી શકાય.ત્યારે હવે જોવું ઍ રહ્નાં કે પાલિકા તંત્ર સ્લમ વિસ્તારોમાં સફાઈ અને મેડિકલ કેમ્પ ક્યારે શરૂ કરશે. તેના પર લોકોની મીટ મંડાયેલી છે.
