Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

વાપી હાઈવે પર ખાડા પૂરવાના કામથી લાંબો ટ્રાફિક જામ

વાપી હાઈવે પર ખાડા પૂરવાના કામથી લાંબો ટ્રાફિક જામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપી-સલવાવથી બલીઠા જતા નેશનલ હાઈવે ઉપર છેલ્લા બે દિવસથી પીક અવર દરમિયાન ખાડા પૂરવાનું કામ શરૂ કરતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સવાર અને સાંજની ઓફિસ તેમજ ફેક્ટરીની આવ-જા દરમિયાન ઍક તરફનો રસ્તો બંધ કરી દેવાતા લાંબી કતારો લાગી જાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રસ્તા પર પડેલા ખાડા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ કામ માટે સ્થાનિક ટ્રાફિક પોલીસ અથવા વાપી મનપાને અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હતી. પરિણામે ટ્રાફિક વ્યવસ્થા વિના જ કામ શરૂ કરી દેવાતા સલવાવ, બલીઠા, તરફ જતા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકોઍ આક્ષેપ કર્યો કે સવારે ૯ થી ૧૧ અને સાંજે ૫ થી ૮ ના પીક સમયે આ કામ થવાના કારણે કલાકો સુધી વાહનો રોકાઈ રહ્ના છે. ઍમ્બ્યુલન્સ અને સ્કૂલ વાનને પણ આગળ વધવામાં મુશ્કેલી પડી રહી છે.
ટ્રાન્સપોર્ટર્સ અને રોજના મુસાફરોની માંગ છે કે ખાડા પૂરવાનું કામ વહેલી સવારે ૪ થી ૭ વાગ્યા દરમિયાન અથવા રાત્રે ૧૧ વાગ્યા બાદ હાથ ધરવામાં આવે જેથી ટ્રાફિકને અસર ન થાય. આ અંગે કામગીરી કરતી ઍજન્સીને ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને જ કામ કરવાની સૂચના આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.