વાપીમાં વોટસઍપથી લગ્નનું આમંત્રણ આવે તો ચેતજા
- byDamanganga Times
- 07 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપી અને આસપાસના પંથકમાં છેલ્લા બે દિવસથી ‘લગ્નનું નિમંત્રણ’ નામની ખ્ભ્ધ્ ફાઈલ દ્વારા મોબાઈલ હેક કરી છેતરપિંડી કરવાના પ્રયાસો વધ્યા છે. સાયબર ઠગો સગા-સંબંધીઓ અને મિત્રોના નામે વોટ્સઍપ અને અન્ય સોશિયલ મીડિયા પર આ ઍપીકે ઍપ શેર કરી રહ્ના છે.
મળતી માહિતી મુજબ ઠગો પહેલા કોઈ ઍક વ્યક્તિનો મોબાઈલ હેક કરે છે. ત્યારબાદ તે જ નંબર પરથી તેના કોન્ટેક્ટમાં રહેલા લોકોને ‘લગ્નમાં આવવાનું નિમંત્રણ પત્રિકા લખીને ખ્ભ્ધ્ ફાઈલ ફોરવર્ડ કરે છે. સામાન્ય રીતે લોકો સગાનો મેસેજ હોવાથી શંકા કર્યા વિના લિંક ઓપન કરી દે છે. ઍપ ઇન્સ્ટોલ થતાં જ મોબાઈલનું કંટ્રોલ હેકર પાસે જતું રહે છે. ત્યારબાદ બેંકિંગ ઍપ, બ્વ્ભ્, ફોટા અને પર્સનલ માહિતી ચોરવાની આશંકા રહે છે.
હાલ સુધી વાપી પોલીસ સ્ટેશનમાં કોઈના બેંક ઍકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ સાયબર નિષ્ણાતોના મતે આવી ઍપ દ્વારા ડેટા ચોરી બાદ આગામી દિવસોમાં મોટી છેતરપિંડી થવાની શક્યતા નકારી શકાતી નથી. આ બાબતે સાયબર ક્રાઈમ અને વાપી પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિ અથવા પરિચિતના નંબર પરથી પણ ખ્ભ્ધ્ ફાઈલ આવે તો તેને તાત્કાલિક ડીલીટ કરી દેવી.
કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા કોલ કરીને ખાતરી કરવી. ર્ભ્શ્રીક્ક લ્દ્દંશ્વફૂ સિવાયની કોઈપણ ઍપ ડાઉનલોડ ન કરવી અને મોબાઈલમાં ૅશ્ઁત્ત્ઁંરૂઁ લ્ં્યશ્વણૂફૂસ્ન્ૅ નું ઓપ્શન બંધ રાખવું. પોલીસે કહ્નાં કે શંકાસ્પદ મેસેજ મળે તો તુરંત ૧૯૩૦ હેલ્પલાઈન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
