વાપીમાં ઍક સામે ઍટ્રોસીટીનો ગુનો દાખલ
- byDamanganga Times
- 07 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપી કુંભારવાડ, વિખ્યાત મહાદેવ મંદિર રોડ પાસે રહેતા રમેશભાઈ છગનભાઈ ધોળિયા પટેલે તેમની પત્ની સહિત પરિવારને જાતિવિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ આધારે ઍટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.
રમેશ છગનભાઇ ધોડિયાપટેલની ફરિયાદ મુજબ તા. ૨૯/૦૭/૨૦૨૬ ની રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં વિક્કી હિરાલાલ પાંચાલ તેમના ઘરે આવ્યા હતા. વિક્કી પાંચાલે આક્ષેપ કર્યો કે ‘તમારા ઘરના બ્રહમદેવ મંદિરનું છાપરું અને ઓટલો સોસાયટીના રસ્તામાં છે. મોટી ગાડીઓને અવરજવરમાં તકલીફ પડે છે’ કહીને બોલાચાલી કરી હતી. તે દરમિયાન વિક્કી પાંચાલે કહ્નાં કે ‘જો રોડનું નિરીક્ષણ થશે તો અમે આ મંદિર અને ઓટલા તોડી નાખીશું’
આ પછી તા. ૩૦/૦૭/૨૦૨૬ ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે વિક્કી પાંચાલ ત્રણ અજાણ્યા મજૂરો સાથે આવ્યો અને વિના પરવાનગીઍ છાપરા વાળા ખુલ્લા દરવાજાના ઘરમાં ઘુસી ગયો. ફરિયાદીનો આક્ષેપ છે કે ત્રણેયે ઘરમાં રાખેલો સામાન હટાવી રસોડામાં મૂકી દીધો અને ઘરની બહાર જઈને ગાળો આપી હતી. તા. ૦૧/૦૮/૨૦૨૬ ની રાત્રે સાડા આઠ વાગ્યે ફરીથી વિક્કી પાંચાલ આવ્યો તેમણે કહ્નાં કે ‘અમે સોસાયટીવાળા ભેગા થઈને મંદિરનું છાપરું અને ઓટલા તોડી નાખીશું. જો અમને રોકશો તો જાનથી મારી નાખીશું’
ફરિયાદીનો દાવો છે કે આરોપીઓઍ જાતિવિષયક ગાળો આપી, ધમકી આપી અને પરિવારને હેરાન કર્યા. આ સમગ્ર મામલે રમેશભાઈ પટેલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વિક્કી હિરાલાલ પાંચાલ અને અન્ય ત્રણ વિરુદ્ધ ઍટ્રોસિટી ઍક્ટ અને મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
