વલસાડ પાલિકા પ્રમુખને હટાવવા કમિશ્નરને રાવ
- byDamanganga Times
- 07 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ નગરપાલિકાના વહીવટ અને પાલિકા પ્રમુખની કામગીરી સામે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાલિકાના વોર્ડ નં-૧ના સભ્ય નિમિષાબેન ગિરીશકુમાર ટંડેલ દ્વારા કમિ‘ર મ્યુનિસિપાલિટી ઍડમિનિસ્ટ્રેશન ગાંધીનગર સમક્ષ ઍક વિધિવત અપીલ દાખલ કરીને વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતી બેન ટંડેલ સામે નિયમોના ઉલ્લંઘનનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ગુજરાત મ્યુનિસિપાલિટી ઍક્ટની કલમ-૫૧ મુજબ દર વર્ષે જુલાઈ માસમાં સભા યોજવી ફરજિયાત હોય છે. જોકે, પ્રમુખ દ્વારા ઘોડાપૂર અને ભારે વરસાદનું બહાનું બતાવીને જુલાઈ માસ દરમિયાન સભા યોજવામાં આવી ન હોવાનો આરોપ અપીલમાં કરાયો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ૨૫ થી ૨૭ જુલાઈ દરમિયાન થયો હતો, જ્યારે ૧૧ થી ૨૩ જુલાઈ સુધી સભા બોલાવવા માટે પૂરતો સમય હતો. વધુમાં, પડોશી વાપી નગરપાલિકાઍ નિયમ મુજબ સભા યોજી હતી, તો વલસાડમાં જ કેમ ન યોજાઈ તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. અગાઉની સભા બાદ રાષ્ટ્રગીત ગવાઈ ગયા પછી ઍજન્ડા બહારના વધારાના ૧ થી ૧૪ કામોના ઠરાવો મિનિટ્સમાં પાછળથી ઉમેરી દેવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ મૂકાયો છે. આથી પ્રમુખ પોતાની ફરજો બજાવવામાં અસમર્થ રહ્ના હોવાનું કહી કલમ-૩૭ મુજબ તેમને પ્રમુખ તથા સભ્ય પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવા માંગ કરવામાં આવી છે. વલસાડ પાલીકા પ્રમુખ દ્વારા વારંવાર નિયમ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે અને તેઓ હોદ્દાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્ના છે, જેથી તેમને હોદ્દા પરથી દૂર કરવા અપીલ કરવામાં આવી છે.
