Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

વલસાડમાં હિન્દુ સંગઠનોનું આવેદન

વલસાડમાં હિન્દુ સંગઠનોનું આવેદન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ દેશમાં સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોના કથિત અપમાનના વિરોધમાં જિલ્લાના સંતો વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દૂ સંગઠનો દ્રારા જિલ્લા કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિને ઍક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવા તેમજ સાંસદોનું સભ્યપદ રદ કરવા સુધીની ઉગ્ર માંગ કરવામાં આવી છે. ગત ૩૧ જુલાઈના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા ઍક કાવતરાના ભાગરૂપે સનાતન ધર્મનું અપમાન કરાયું છે. જેના કારણે સમગ્ર દેશના સનાતન સંત સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.જેને લઈ તમામ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત મળી તમામ નેતાઓના સાંસદ પદ રદ કરવા તથા ઍફ. આર. આઈ. કરવા માંગે કરવામાં આવી છે. સાથે જો આગામી દિવસોમાં જો તમામ સનાતન ધર્મના સંતોની માફી ન માગે તો ઉગ્ર પ્રદશનની પણ ચીમકી આપી છે.