વાપીમાં ગાંધી સર્કલ પાસે બ્રિજના ગર્ડર સ્થાપિત કરવાનું શરુ
- byDamanganga Times
- 07 August, 2026
વાપી, તા. ૦૬ ઃ વાપીમાં પૂર્વ અને પડ્ઢિમને જોડતો નવો નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના કામમાં આજે ગાંધી સર્કલ પાસે સિમેન્ટ કોન્ક્રીટના તૈયાર કરાયેલા ગર્ડરને આધુનિક હેવી ક્રેનની મદદથી ઊંચકીને નિર્ધારિત સ્થળે સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન સર્વિસ રોડ પરથી આવતા કેટલાક વાહનો ને પણ સલામતીના ભાગરૂપે રોકી દેવાયા હતા. આ કામગીરી દરમિયાન વાપી નાયબ કાર્યપાલક ઈજનેરની પેટા કચેરીના ઇજનેરો, ડેપ્યુટી ઇજનેર, સુપરવાઇઝર સહિતની તકનીકી ટીમ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપતી જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે વાપી-સેલવાસ રોડ પર ઇમરાનનગરથી વાપી ટાઉનના ચલા-મુક્તાનંદ માર્ગ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ રૂ. ૧૪૪ કરોડના ખર્ચે નિર્માણાધીન છે. આ ઓવરબ્રિજ પૂર્ણ થયા બાદ શહેરના વાહનવ્યવહારમાં નોંધપાત્ર રાહત મળશે તેમજ રેલવે અન્ડર બ્રીજ માં થતા ટ્રાફિક જામમાંથી લોકોને મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
