Damanganga Times.

Damanganga Times.

August 07, 2026

વાપીમાં ખોજા સોસાયટીનું જર્જરીત બિલ્ડિંગ ઉતારી લેવા મનપાની નોટીસ

વાપીમાં ખોજા સોસાયટીનું જર્જરીત બિલ્ડિંગ ઉતારી લેવા મનપાની નોટીસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપી શહેરના જર્જરીત મકાનોને નોટિસ ફટકારવાનું મનપા તંત્ર દ્વારા જારી રાખતા કબ્રસ્તાન વિસ્તારમાં આવેલી ખોજા સોસાયટીની ઘ્-૨ નંબરની જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટે વાપી નગરપાલિકાઍ ગત સાહે સોસાયટીના ચેરમેનને સત્તાવાર નોટિસ ફટકારી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત અને ખખડધજ હાલતમાં હતી. ચોમાસા દરમિયાન બિલ્ડિંગની દિવાલો અને સ્લેબમાંથી પાણી ટપકવાની સાથે પ્લાસ્ટર પણ ખરવા લાગ્યું હતું. ઈમારત કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિને પગલે અહીં રહેતા પ્રલેટધારકોઍ પહેલેથી જ પોતાનો સામાન ખસેડીને અન્ય જગ્યાઍ રહેવા જતા રહ્ના હતા. હાલ આ બિલ્ડિંગમાં કોઈ વસવાટ કરતું નથી. સુરક્ષાના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને મનપાના ઍન્જિનિયરિંગ વિભાગની ટીમે બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. રિપોર્ટમાં બિલ્ડિંગને જોખમી જાહેર કરાતા તાત્કાલિક અસરથી તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવા સોસાયટીના ચેરમેનને નોટિસ આપવામાં આવી છે.
જો નિયત સમયમાં કાર્યવાહી નહીં થાય તો મનપા પોતે તોડી પાડી તેનો ખર્ચ સોસાયટી પાસેથી વસૂલશે તેવી પણ તાકીદ કરાઈ છે. હવે જોવાનું ઍ રહ્નાં કે, સોસાયટી હોદ્દેદારો શું નિર્ણય લેશે.  ચોમાસુ શરૂ થવા પૂર્વેથી જર્જરીત મકાનોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં ૧૬૦ થી વધુ નોટિસ મનપા દ્વારા ફટકારવામાં આવી હતી.
જેમાંથી ૨૫ જેટલા મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે જ્યારે ૨૩ થી વધુ મકાનો જેતે મકાન માલિક દ્વારા રિપેરિંગ કામ શરૂ કર્યું છે. તો ૧૬ જેટલા મકાનો જે અત્યંત જોખમી હોય ઊતરી લીધાં હોવાનું મનપા તંત્ર ઍ જણાવ્યું છે.