Damanganga Times.

Damanganga Times.

August 08, 2026

દમણમાં ‘નો પાર્કિંગ’ જાઈને પાર્કિંગ કરજા

દમણમાં ‘નો પાર્કિંગ’ જાઈને પાર્કિંગ કરજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૬ ઃ  દમણમાં નો-ર્પાકિંગ ઝોનમાં ર્પાકિંગ અને ટ્રાફિકને અડચણ ઉભી કરવી હવે લોકોને મોંઘી પડશે. પરિવહન વિભાગે રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. પરિવહન વિભાગે ગુજરાતમાંથી ૪ થી ૫ પિકઅપ ટોઇંગ વાહનો ખરીદ્યા છે. આ વાહનો શહેરના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે અને લોકોમાં રસ્તા પર વાહનો પાર્ક ન કરવા માટે જાગૃતિ પણ લાવશે. જો કોઈ વ્યક્તિનું વાહન નો-ર્પાકિંગ ઝોનમાં અથવા ટ્રાફિકને અવરોધતી જગ્યાઍ પાર્ક કરેલું જોવા મળે, તો ય્વ્બ્ ની ટોઇંગ ટીમ તેને વિભાગના પરિસરમાં લઈ જશે. વાહન માલિકને નિર્ધારિત દંડ ચૂકવ્યા પછી જ તેમનું વાહન પાછું મળશે.