Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ટુકવાડામાં ધાબળા તથા ચટાઈનું વિતરણ કરાયું

ટુકવાડામાં ધાબળા તથા ચટાઈનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૫ ઃ લાયન્સ કલબ ઉદવાડા સંજીવનીના તાજેતરમાં જ પ્રસ્થાપિત થયેલા યુવા પ્રેસિડેન્ટ લીઓ લાયન વિકાસ જયસ્વાલ, સેક્રેટરી લા. કિરીટ શાહ તથા ટ્રેઝરર લા. જગજીવન પટેલ દ્વારા  ૧ જુલાઈ ડોક્ટરસ ડેના દિવસે ડોક્ટર્સના સન્માન સાથે શરુ કર્યા બાદ વલસાડ ખાતે આયોજીત સ સેવા સંગમ અને ઉડાન ટેલેન્ટ શો પણ યોગદાન આપી કરી હતી. તો આપણા વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદના કારણે ગામડાંઓમાં ગરીબ માણસોને થયેલ નુકસાનને ધ્યાનમાં લઈને ઝડપથી નિર્ણય  લઈ ટુકવાડાના સામાજીક કાર્યકર નિલેશ દેસાઈની સાથે રહી ટુકવાડાના અસરગ્રસ્ત ઍવા ૧૦૦ પરીવારને ધાબળા તથા ચટાઈનુ વિતરણ રુબરુ જઈ હાથોહાથ કર્યું હતું. તમામ અસરગ્રસ્તોને આ પુરથી ભારે નુક્સાન થયું હતું. ઘરવખરી પણ તણાઈ જતાં તમામ વ્યથિત પરીવારોને આ રાહત પહોંચાડી સહાય કરી હતી. નિલેશ દેસાઈઍ આ ઉમદા કાર્ય માટે ત્રણે લાયન પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરી ૨૦,૦૦૦/- રુપિયાના આ સેવા કાર્યની સરાહના કરી હતી.