Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

પારડી પોલીસ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું

પારડી પોલીસ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૦૫ ઃ પારડી પોલીસ સ્ટેશનમાં પી.આઈ વાય બી ગોહિલ અને ઍમની ટીમ સાથે પોલીસ કર્મચારી સાથે ખભે ખભો મિલાવી ફરજ બજાવતા ઍસ.આર.ડી, જી.આર.ડી. તથા હોમગાર્ડના સભ્યોઍ તા.૨૨ તથા ૨૩ના રોજ આવેલ વરસાદી પુરના લીધે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે તથા અંતરિયાળ વિસ્તારમાં પાણી ભરવાના કારણે બંધ હોય જ્યાં ટ્રાફિકનો પ્રશ્ન તથા પૂરમાં ફસાયેલ લોકોની  મદદમાં કરવામાં સાથે ઊભા રહીને  ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં ફરજ બજાવેલ હોય અને ખૂબ જ ખંતપૂર્વક લોકોને મદદ કરેલ છે. જેથી ઍસઆરડી તથા જીઆઇડી સભ્ય તથા હોમગાર્ડના સભ્યોઍ ખુબજ સારૂ કામ કર્યું જેથી તેઓને પ્રોત્સાહિત કરવા સારું આજરોજ પારડી પોલીસ સ્ટેશનમાં રોલકોલ રાખવામાં આવેલ તેમજ તેઓને સન્માનિત કરવામાં તેમજ તેઓને પ્રોત્સાહિત કરવા સારું સામાજિક અગ્રણિઓના સહયોગ થી રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ છે.