Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

પારડીમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

પારડીમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૫ ઃ પારડી તાલુકામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિ અને પૂરના કારણે લોકોના જનજીવન પર માઠી અસર પડી છે. પરિયા ગામના તડી ફળિયા અને ભૂમિહીન ફળિયા જેવા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જવાથી અંદાજે ૧૧૦થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. પૂરના પાણીમાં ઘરવખરીની સાથે સાથે બાળકોના શાળાના ચોપડા, બેગ અને ભણવાની સામગ્રી પલળીને નષ્ટ થઈ ગઈ હતી. આ કપરી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત બાળકોના ભણતર પર બ્રેક ન વાગે તે માટે વલસાડ ન્ઘ્ગ્ પોલીસ મહેન્દ્ર ગઢવી આગળ આવ્યા છે. અગાઉ મર્ડર જેવા જટિલ ગુનાનો સફળ ઉકેલ લાવવા બદલ ગૃહમંત્રી દ્વારા સન્માનિત થયેલા મહેન્દ્ર ગઢવીઍ માનવતા દાખવીને ૫૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને નવી નોટબુક, પેન્સિલ, રબર, કંપાસ અને બેગ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે. આ સરાહનીય કાર્યમાં રોહિણા માર્કેટના પ્રમુખ દિનેશભાઇ પટેલ, પરીયા ગામના માજી સરપંચ દીક્ષાંત પટેલ તથા તાલુકા પંચાયત સભ્ય નયન દેસાઈઍ સક્રિય યોગદાન આપ્યું હતું. તમામ શૈક્ષણિક સામગ્રી મળી જતાં બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામજનોઍ પોલીસ વિભાગની આ સરાહનીય કામગીરી અને સંવેદનશીલતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.