Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

નામધા નદી કિનારેનો માર્ગ ધોવાતાં અકસ્માત

નામધા નદી કિનારેનો માર્ગ ધોવાતાં અકસ્માત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ નામધા સ્થિત ગુેશ્વર મહાદેવ મંદિર તરફ જતો ધોધ ફળિયા નો માર્ગ ભારે વરસાદના કારણે ધોવાઈ જતાં આ માર્ગ પરથી પસાર થતી ઍક રિક્ષા પલટી મારી ખાડામાં ખાબકી હતી. જોકે, રિક્ષામાં સવાર તમામ મુસાફરો અને ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.
પ્રા માહિતી મુજબ, ગત ૨૩ જુલાઈના રોજ વાપી પંથકમાં પડેલા ભારે વરસાદ તેમજ મધુવન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવેલા પાણીના પ્રવાહને કારણે દમણગંગા નદી કિનારે આવેલ નામધા ધોધ ફળિયાથી ગુેશ્વર મહાદેવ મંદિર તરફ જતો માર્ગ અનેક સ્થળે ધોવાઈ ગયો હતો. માર્ગ પર કાદવ અને ખાડા સર્જાતા વાહનચાલકો માટે જોખમી સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન મંદિર તરફ જઈ રહેલી ઍક રિક્ષા કાદવમાં સંતુલન ગુમાવતા પલટી મારી માર્ગની બાજુમાં ખાડામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રિક્ષામાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થઈ નહોતી. સ્થાનિક લોકો અને મુસાફરોના જણાવ્યા અનુસાર, માર્ગની ખરાબ સ્થિતિ ઉપરાંત રિક્ષા ચાલકની બેદરકારી પણ અકસ્માતનું ઍક કારણ હોવાનું માનવામાં આવી રહ્નાં છે.