Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

નારગોલ ભંડારી સમાજ મહિલા મંડળના પ્રમુખ વરાયા

નારગોલ ભંડારી સમાજ મહિલા મંડળના પ્રમુખ વરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૪ઃ ભંડારી સમાજ નારગોલના મહિલા મંડળ સમિતિની મુદત પૂર્ણ થતાં ગત તા. ૨૭/૦૭/૨૦૨૬ના રોજ ભંડારી સમાજ નારગોલની સામાન્ય સભા યોજાઈ હતી. સભા સમાજના પ્રમુખ યતીનભાઈ ભંડારીના અધ્યક્ષસ્થાને મળી હતી. સભામાં ઉપસ્થિત મોટી સંખ્યામાં સમાજની બહેનોઍ સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂક કરી હતી. નવનિયુક્ત હોદ્દેદારો ૧. પ્રમુખ ભારતીબેન દિનેશભાઈ કડુ૨. ઉપપ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ ૩. ઉપપ્રમુખ અંકિતાબેન કમલેશભાઈ રાઉત ૪. મહામંત્રી હાર્દિકાબેન મહેશભાઈ રાઉત૫. સહમત્રી શ્સુલોચનાબેન જયવંતભાઈ ભંડારી ૬. ખજાનચી નીતાબેન રસિકભાઈ પટેલ ૭. સહખજાનચી તૃબેન જીતેનભાઈ પટેલ ૮. ઓડિટર શસંગીતાબેન જયેશભાઈ રાઉત ૯. સલાહકાર શહંસાબેન પ્રવીણભાઈ પટેલ૧૦. સલાહકારૅં મંજુલાબેન રામચંદ્રભાઈ રાઉતહોદ્દેદારોની વરણી બાદ પૂર્વ પ્રમુખ હંસાબેન પ્રવીણભાઈ પટેલ દ્વારા નવનિયુક્ત પ્રમુખ ભારતીબેન કડુને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે નવી ટીમને સમાજની મહિલાઓના ઉત્કર્ષ માટે ઉત્તમ કામગીરી કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી યતીન ભંડારી ખાસ ઉપસ્થિત રહ્ના હતા અને તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવેથી મહિલા મંડળમાં કુંવારી દીકરીઓને પણ સમાવેશ કરીને તેમને તાલીમ અને જાગૃતિ આપવા માટે કન્યા શક્તિ બ્રિગેડની રચના કરવામાં આવશે. બેઠકના અંતે આગામી શ્રાવણ માસમાં જગદંબાધામ ખાતે યોજાનાર શ્રી શિવ મહાપુરાણ કથાની તૈયારીઓ અંગે ચર્ચા કરી જરૂરી આયોજન અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. સભાને મહામંત્રી કિશોરભાઈ રાઉત દ્વારા આભારવિધિ સાથે સંપન્ન કરવામાં આવી હતી.