Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીની ઍમ. જે. ફુલે પ્રા. શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

વાપીની ઍમ. જે. ફુલે પ્રા. શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૪ ઃ વાપીની ઍમ. જે. ફૂલે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ગ્રોવેલ ઇન્ડિયા લિમિટેડના સામાજિક ઉત્તરદાયિત્વ (ઘ્લ્ય્) અંતર્ગત બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધીના તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. પ્રવેશોત્સવ નિમિત્તે કંપની દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પાણીની બોટલ, નોટબુક, કમ્પાસ બોક્સ, પેન સહિત અન્ય જરૂરી શૈક્ષણિક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી.

કાર્યક્રમમાં કંપનીના પ્લાન્ટ હેડ રાજેન્દ્ર ગૂંડપ, જનરલ મેનેજર  રાજેન્દ્ર , પ્રોડક્શન મેનેજર  સચિન દળવી,  પંકજ પાટીલ,  સુરજ ચૌહાણ, ઍચ.આર. મેનેજર, સેફટી વિભાગના રહીમ કેસવાની, ઍચ.આર. વિભાગના શ્રીમતી ઉષાબેન દેસાઈ તેમજ વિમલ શાહ અને સંદીપભાઈ સહિત ગ્રોવેલ ઇન્ડિયા લિમિટેડની ટીમ ઉપસ્થિત રહી હતી.

શ્રી રાજેન્દ્ર ગૂંડપે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. પંકજ પાટીલ અને  સુરજ ચૌહાણે પણ વિદ્યાર્થીઓને શાળાનું મહત્વ સમજાવતાં મોબાઇલના અતિરેક ઉપયોગથી દૂર રહી વાંચનની ટેવ વિકસાવવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા ગોરખ મહાજન  અને  દિનેશભાઈ ગુંડની શાળા પ્રત્યેની સતત સહયોગભાવનાની પણ પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય વંદનાબેન તથા સમગ્ર શિક્ષકગણે ગ્રોવેલ ઇન્ડિયા લિમિટેડના અધિકારીઓ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.