Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ગણદેવીમાં દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા

ગણદેવીમાં દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૪ ઃ ગણદેવી પોલીસ ટીમે મંગળવારે બાતમીના આધારે ગણદેવી ઍક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસેથી ઍક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાં ગુ ખાનામાં છુપાવીને લઈ જવામાં આવતી વિદેશી દારૂની બોટલો અને ટીન બિયર મળી કુલ નંગ-૭૦૮ (કિંમત રૂ. ૨,૫૪,૮૮૦) જ કર્યા હતા. રૂ.૧૦ લાખની ટાટા ટ્રક નં. જીજે ૨૪ વી ૨૯૩૧, મોબાઈલ રૂ.૫ હજાર અને ટ્રાન્સપોર્ટ કંપની નો સામાન રૂ.૭,૩૧,૯૭૧ મળી કુલ રૂ.૧૯૯૧૮૫૧ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને આરોપીઓ રાકેશજી ગોપાલજી ઠાકોર (૨૫) અને રણજીતજી ગણેશજી ઠાકોર (૩૦) (બંને રહે. નેદરા ગામ, સિદ્ધપુર, પાટણ)ની ધરપકડ કરી હતી. તેમજ
જથ્થો મંગાવનાર અને ભરી આપનાર શખ્સો ઇમરાન મહેબૂબબાન વિહારી રહે. સિધ્ધપુર પાટણ અને અન્ય વિરુદ્ધ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે.