Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

પારડી મા.મ. કચેરીમાં નવી જમીન દફતર નિરીક્ષણ કચેરી શરુ

પારડી મા.મ. કચેરીમાં નવી જમીન દફતર નિરીક્ષણ કચેરી શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૪ ઃ  પારડી તાલુકાના નાગરિકો માટે સરકાર દ્વારા ઍક મહત્ત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન માપણી અને તેને લગતી કામગીરી માટે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પારડી ખાતે જમીન દફતર નિરીક્ષક કચેરી કાર્યરત કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં પારડી ખાતે નિમણૂક પામેલા જમીન દફતર નિરીક્ષક સુમિત્રાબેન ચૌધરીઍ જણાવ્યું હતું કે હાલમાં સરકાર ઍ ખૂબ જ સુંદર નિર્ણય લીધો છે, જેથી પારડી તાલુકાના આજુબાજુના નાગરિકોને માહિતી આપતા કહ્નાં કે પારડી મામલતદાર કચેરી ખાતે બીજા માળે જમીન દફતર નિરીક્ષક કચેરી ચાલુ થયેલ છે. જેથી લોકોઍ વલસાડ કે વાપી સુધી જવું પડશે નહીં. જમીન માપણીને લગતી કામગીરી પારડી કચેરીઍ જ કરવામાં આવશે. આ નવી કચેરી શરૂ થવાથી હવે પારડી તાલુકા અને આજુબાજુના ગ્રામજનોઍ જમીન માપણી કે દફતરને લગતા કામો માટે વલસાડ અથવા વાપી સુધી ધક્કા ખાવા નહીં પડે.
મામલતદાર કચેરીમાં બીજા માળે જ આ સુવિધા ઉપલબ્ધ થતાં સ્થાનિક લોકોનો સમય અને નાણાં બંનેની બચત થશે. સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે હવે પારડી ખાતે જ તમામ સુવિધા મળી રહેશે.