Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વેલવાગડમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ પાસેનો રસ્તો બિસ્માર

વેલવાગડમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ પાસેનો રસ્તો બિસ્માર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૪ ઃ પારડી તાલુકાના પરીયા  વેલવાગડ રોડ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જ્યાં હાલ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નીચેના રસ્તાઓની હાલત દયનિય બની ગઈ છે. પારડી દમણી ઝાંપા, પરિયા, અંબાચ થઈ વાપી અને સેલવાસને જોડતા મુખ્ય માર્ગ પર હાલ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે. ઍક તરફ બુલેટ ટ્રેનનું કામકાજ ચાલી રહ્નાં છે, તો બીજી તરફ તેની નીચે આવેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતાં રોડ પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. દમણી ઝાંપાથી વાપી અને સેલવાસ તરફ જતો આ ઍક અત્યંત મહત્વનો માર્ગ છે. અહીંથી દરરોજ  નોકરિયાત વર્ગ, શ્રમિકો અને શાળાઍ જતા વિદ્યાર્થીઓ પસાર થાય છે સ્થાનિક જયેશભાઇ પટેલે જણાવ્યું કે પરિયા, સેલવાસ અને વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ રોડ હોવાથી અહીં ભારે વાહનોની સતત અવરજવર રહે છે. પરિણામે દર ચોમાસે આ રસ્તાની સ્થિતિ બદતર બની જાય છે. ચોમાસામાં રસ્તો બગડતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. ટુ-વ્હીલર અને બાઇકચાલકો માટે આ રસ્તો જીવલેણ બન્યો છે. અત્યાર સુધીમાં અનેક વાહનો પલટી મારી ચૂક્યા છે. રાત્રિના સમયે યોગ્ય લાઈટિંગ ન હોવાને કારણે અકસ્માતનો ખતરો બેવડાઈ જાય છે અહીંથી રોજ નોકરી માટે જવું ખૂબ જ જોખમી બની ગયું છે. બાળકો શાળાઍ જાય છે ત્યારે સતત ડર રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ કામ થાય છે, ખાડાનું યોગ્ય પુરાણ થતું નથી અનેક રજૂઆતો છતાં પણ પરિસ્થિતિ જસની તસ છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોની ઍક જ માંગ છે કે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું યોગ્ય પૂરાણ કરવામાં આવે અને રાત્રિના સમયે લાઈટની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં લોકોની સુરક્ષા સુનિડ્ઢિત થઈ શકે.