Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

લ્ત્ય્ અંગે આજે દમણમાં બેઠક

લ્ત્ય્ અંગે આજે દમણમાં બેઠક


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૪ ઃ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવમાં સ્પેશિયલ સમરી રિવિઝન -૨૦૨૬ હેઠળ મતદાર યાદી સંબંધિત ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરવા માટે ૫ ઓગસ્ટના રોજ દમણમાં ઍક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત મતદાર યાદી નિરીક્ષક ઓમકાર ગોપાલ મરાઠે  રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકો સાથે સીધા વાર્તાલાપ કરીને તેમના સૂચનો અને ફરિયાદો સાંભળશે. ચૂંટણી શાખા તરફથી મળેલી માહિતી મુજબ, આ બેઠક બે તબક્કામાં યોજાશે. પ્રથમ સત્ર બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે મોતી દમણ સ્થિત જિલ્લા પંચાયત સભાગૃહમાં યોજાશે, જેમાં માન્યતા પ્રા રાજકીય પક્ષોના અધિકૃત પ્રતિનિધિઓ ભાગ લેશે. ત્યારબાદ, બપોરે ૧ વાગ્યે જનતા સાથે ખુલ્લો સંવાદ યોજાશે, જ્યાં મતદાર યાદી સંબંધિત સૂચનો, ફરિયાદો અને રજૂઆતો સીધા નિરીક્ષક સમક્ષ રજૂ કરી શકાશે.
દમણ જિલ્લામાં લ્ત્ય્-૨૦૨૬ ના કાર્યનું નિરીક્ષણ અધિક મુખ્ય ચૂંટણી અધિકારીના આદેશ હેઠળ નિયુક્ત કરાયેલા મતદાર યાદી નિરીક્ષક ઓમકાર ગોપાલ મરાઠે કરી રહ્ના છે. ચૂંટણી શાખાઍ તમામ માન્યતા પ્રા રાજકીય પક્ષોને તેમના અધિકૃત પ્રતિનિધિઓને બેઠકમાં મોકલવા વિનંતી કરી છે.