વલસાડ સિવિલમાં લાંબી સારવાર બાદ વૃદ્ધનું મોત
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ સિવિલ હોસ્પિટલમાં તા. ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ ઍક અજાણ્યા ૬૦ વર્ષીય વૃધ્ધને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જેનું તા.૨૧ જુલાઈ ૨૦૨૬ના રોજ લાંબી સારવાર બાદ મોત નિપજ્યુ હતું. જેના કોઈ વાલી વારસો પોલીસને મળી આવ્યા ન હતાં. મરણ જનારે શરીરે કોઈ વસ્ત્ર પહેર્યુ ન હતું. દાઢીના વાળ સફેદ, ચહેરો ગોળ આકાર, રંગ ઘઉવર્ણ અને પાંચ ફૂટ છ ઈંચ ઉંચાઈ ધરાવે છે. જે કોઈને પણ આ અજાણ્યા મૃતક વૃધ્ધના વાલી વારસો મળી આવે તો વલસાડ સિટી પોલીસ મથકે ફોન નં. ૦૨૬૩૨-૨૪૪૨૩૩ અથવા તો મો.નં.૯૯૨૪૧ ૯૨૯૯૮ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
