રાતા ખાડીના કોઝવેમાં ન્હાવા પડેલો યુવક તણાયો
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ વાપી નજીક રાતા ખાડીમાં રવિવારે સાંજે ન્હાવા પડેલો યુવક તણાઈ ગયો હતો. જેની આજે બીજા દિવસે પણ લશ્કર દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી. સૂત્રો દ્વારા પ્રા માહિતી મુજબ વાપી નજીક રાતા ખાડીમાં છીરીનો દીપક પાંડે નામનો ૨૬ વર્ષીય યુવક ખાદીના કોઝવેમાં રવિવારે સાંજે ન્હાવા પડ્યો હતો. જેમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગયો હતો. ઘટનાની જાણ વાપી ફાયર બ્રિગેડ વિભાગને થતાં શોધખોળ હાથ ધરી હતી.
મોડી સાંજ સુધી કોઈ ભાળ ન મળતા આજે બીજા દિવસે પણ લશ્કર દ્વારા ખાડીમાં શોધખોળ હાથ ધરી પરંતુ બીજા દિવસે પણ મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી નથી.
