Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

ઘડોઈમાં દીપડાનો પરિવાર દેખાતાં ગ્રામજનોમાં ભય

ઘડોઈમાં દીપડાનો પરિવાર દેખાતાં ગ્રામજનોમાં ભય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ તાલુકાના ઘડોઈ ગામમાં રાત્રિના સમયે દીપડાનો પરિવાર જોવા મળતા   ગામ નજીક ઍકસાથે અનેક દીપડાઓ દેખાતા સ્થાનિક રહીશો અને ગ્રામજનોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. રાત્રિના સમયે  દીપડાઓની ચહલપહલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્ના છે. ગામના સીમ વિસ્તારમાં ઍકથી વધુ દીપડાઓ સક્રિય હોવાનું સામે આવતા લોકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. ગ્રામજનો દ્વારા ઍકબીજાને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ બાળકોને ઍકલા બહાર ન મોકલવા અપીલ કરવામાં આવી રહી છે.
ગ્રામજનોની માંગ સ્થાનિકોઍ વન વિભાગ સમક્ષ માંગ કરી છે કે દીપડાઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી જંગલ તરફ ખસેડવામાં આવે અને ગામમાં રાત્રિ  પેટ્રોલિંગ  વધારવામાં આવે ઍવી માંગ કરી છે.?ઘટનાની જાણ થતાં જ વન વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા હાલ આ વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.