Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

વાપી હાઈવે પર ટ્રાવેલ્સ બસો માટે નવી પિકઅપ-ડ્રોપ જગ્યા નક્કી કરાઈ

વાપી હાઈવે પર ટ્રાવેલ્સ બસો માટે નવી પિકઅપ-ડ્રોપ જગ્યા નક્કી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વાપી, તા. ૦૩ ઃ વાપી ફણ્-૪૮ પર ગુંજન ચાર રસ્તા નજીક આવેલી ટ્રાવેલ્સની ઓફિસો સામે સર્વિસ રોડ પર મુંબઈ-સુરત અને સુરત-મુંબઈ જતી લક્ઝરી બસો દ્વારા મોટા પ્રમાણમાં મુસાફરોને ચઢાવવા-ઉતારવાને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ તંત્રઍ મહત્વનો નિર્ણય લીધો છે.
આ સમસ્યાના ઉકેલ માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ આઈપીઍસ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવે, વાપી વિભાગના અધ્યક્ષસ્થાને વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી. કાનાણી દ્વારા વાપી ખાતે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં આશરે ૨૦થી ૨૫ ટ્રાવેલ્સ સંચાલકો ઉપસ્થિત રહ્ના હતાં.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે હવેથી સુરતથી મુંબઈ તરફ જતી તમામ ટ્રાવેલ્સ બસો મુસાફરોને ગુંજન ચાર રસ્તા બ્રિજ પુરો થયા બાદ સર્વોત્તમ હોટલની સામેની જગ્યાઍથી પિકઅપ અને ડ્રોપ કરશે. જ્યારે મુંબઈથી સુરત તરફ આવતી બસો જીઆઈડીસી બ્રિજ પુરો થયા બાદ હોટલ તોરલની સામેની જગ્યાઍથી મુસાફરોને બેસાડશે અને ઉતારશે.
નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવેઍ તમામ ટ્રાવેલ્સ સંચાલકોને સૂચના આપી કે નિયત કરેલી જગ્યાઍ જ બસ ઉભી રાખી મુસાફરોને લેવા-મૂકવા. સાથે જ ડ્રાઈવરો અને સ્ટાફમાં જાગૃતિ લાવી મુસાફરોની સુરક્ષા જાળવવી, ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અને નશાકારક પદાર્થનું સેવન ન કરવું તેવી કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પોલીસના આ નિર્ણયથી ગુંજન ચાર રસ્તા વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.