Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

વલસાડનો ઈસમ ઍક વર્ષ માટે તડીપાર

વલસાડનો ઈસમ ઍક વર્ષ માટે તડીપાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૩ ઃ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા,  મદદનીશ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ વલસાડ ઍલસીબી ટીમ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત વલસાડ સીટી, વલસાડ રૂ૨લ અને પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી સામાન્ય જનતામાં દહશેત ઊભી કરનાર  ૅ ઇસમ રીતેશભાઇ ભરતભાઇ દેસાઇ રહે.નાની ખત્રીવાડ, અંકુર ઍપા ર્ટમેન્ટ, ચોથા માળે તા.જી.વલસાડ  સામે પ્રોહી. પર્સન તરીકે તડીપાર હેઠળની કાર્યવાહી કરવા સારૂ તેના વિરૂધ્ધમા નોંધાયેલ ગુન્હાના કાગળો ઍકઠા કરી તડીપાર દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
ઍલસીબી દ્વારા તૈયાર કરાયેલી તડીપાર દરખાસ્ત નાયબ કલેક્ટર અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, વલસાડ સમક્ષ મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત મંજૂર રાખીને નાયબ કલેક્ટરે આ અસામાજિક તત્વને વલસાડ જિલ્લાની હદમાંથી ઍક વર્ષ માટે તડીપાર  કરવાનો હુકમ કર્યો છે. આ હુકમના આધારે ઍલસીબીની ટીમ દ્વારા ઈસમને વલસાડ જિલ્લાની હદમાંથી બહાર કરી તડીપારીની અમલવારી કરાવવામાં આવી છે. આરોપી સામે પારડી, વલસાડ રૂરલ, વલસાડ સીટી, જાંબુ ઘોડા, અંબલિયા પોલીસ મથક માં ફરિયાદ નોંધાય હતી.