Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

વલસાડમાં ખેંચ આવતા યુવકનું મોત

વલસાડમાં ખેંચ આવતા યુવકનું મોત


વલસાડ, તા. ૦૩ ઃ વલસાડના ટાવર પાસે તા. ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૪-૦૦ કલાકે ઍક અજાણ્યા ૩૧ વર્ષીય યુવકને ખેંચ આવતા સારવાર અર્થે ૧૦૮ મારફત કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સાંજે ૭-૧૦ કલાકે સારવાર દરમિયાન અજાણ્યા યુવકનું મોત નિપજ્યુ હતું. જેના વાલી વારસોના કોઈ પુરાવા મળી આવ્યા ન હતા. મૃતકે શરીરે શર્ટ પહેર્યો ન હતો. કમરે કાળા કલરનું પેન્ટ પહેર્યુ હતું. છાતી પર ‘‘મા’’ નામનું ટેટુ દોરાવ્યું હતું. જે શરીરે ગોળ ચહેરો, ઘઉંવર્ણ, પાતળો બાંધો અને પાંચ ફૂટ સાત ઈંચ ઉચાઈ ધરાવે છે. જે કોઈને પણ આ અજાણ્યા મૃતકના વાલી વારસોની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે ફોન નં. ૦૨૬૩૨- ૨૪૪૨૩૩ અથવા તો મો.નં. ૯૯૨૪૧ ૯૨૯૯૮ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.