Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

સિંગાડ ગ્રા.પં.માં મનરેગા કૌભાંડમાં સરપંચ બરતરફ, રૂ. ૮.૩૨ લાખની રિકવરીનો આદેશ

સિંગાડ ગ્રા.પં.માં મનરેગા કૌભાંડમાં સરપંચ બરતરફ, રૂ. ૮.૩૨ લાખની રિકવરીનો આદેશ


(દમણગંગા ટાઈમ્સ)
વાંસદા, તા.૦૩ ઃ વાંસદા તાલુકાની સિંગાડ ગ્રામ પંચાયતમાં મનરેગા હેઠળ થયેલી ગેરરીતિઓના કેસમાં તાલુકા વિકાસ અધિકારીઍ રૂ. ૮,૩૨,૪૪૦ની રિકવરી તાત્કાલિક પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં અનેક અનિયમિતતાઓ બહાર આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં સરપંચ ઉમાબેનને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ હેઠળ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. પંચાયતનું કામકાજ ચાલુ રહે તે માટે ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોંપાયો છે.અધિકૃત મુક્ત કરવા, મેટને બ્લેકલિસ્ટ કરવા અને ગ્રામ રોજગાર સેવકને કારણદર્શક નોટિસ આપવા માટે પણ નિર્દેશ કરાયા છે. તાલુકા વિકાસ અધિકારીઍ અગાઉ આપવામાં આવેલી સૂચનાઓ અને નોટિસો છતાં રિકવરીની કાર્યવાહી પૂર્ણ ન થતાં અંતિમ ચેતવણી આપી છે. સમયમર્યાદામાં વસૂલાત નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ જણાવાયું છે. આ કેસ હવે મનરેગાની ગેરરીતિ સુધી સીમિત ન રહી ગ્રામ પંચાયતના વહીવટ, જવાબદારી અને પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા કરી રહ્ના છે. સ્થાનિકો હવે આગળની કાર્યવાહી પર નજર રાખી રહ્નાં છે.