Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

વાપીના ડ્ર્ગ્સના રીઢા આરોપીને અમદાવાદ જેલમાં ધકેલાયો

વાપીના ડ્ર્ગ્સના રીઢા આરોપીને અમદાવાદ જેલમાં ધકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર ડ્રગ્સના ધંધા સામે પોલીસે વધુ ઍક મોટી કાર્યવાહી કરી છે. ડ્રગ્સની હેરાફેરીમાં વારંવાર સંડોવાતા રીઢા આરોપીને ભ્ત્વ્-ફઝ઼ભ્લ્ કાયદા હેઠળ અટકાયતમાં લઈને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
 વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના આદેશથી જિલ્લામાં નશાના વેપારીઓ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે લ્બ્ઞ્ની ટીમે વાપીના ડુંગરા વિસ્તારના પીરમોરા નગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની ચંદન ઉર્ફે સોનુ સોની ઉ.વ. ૨૬ની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી ચંદન સામે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફઝ઼ભ્લ્ ઍક્ટ હેઠળ ડ્રગ્સ સંબંધિત બે અલગ-અલગ ગુના નોંધાયેલા છે. વારંવાર આવા ગુનાઓમાં સંડોવાતા હોવાથી ભવિષ્યમાં તે ડ્રગ્સનો ધંધો ન કરી શકે તે માટે તેની સામે ભ્ત્વ્-ફઝ઼ભ્લ્ હેઠળ અટકાયતની દરખાસ્ત તૈયાર કરીને ગુજરાત ઘ્ત્ઝ઼ ક્રાઇમને મોકલવામાં આવી હતી.
 દરખાસ્ત મંજૂર થયા બાદ લ્બ્ઞ્ વલસાડના પીઆઈ ડી.ડી. પરમારના માર્ગદર્શન અને પીઍસઆઈ ઍસ.આર. સુસલાદેની ટીમે તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાત્રે ૮ઃ૧૦ વાગ્યે આરોપીને તેના ઘરેથી અટકાયતમાં લીધો. બાદમાં તેને અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ભ્ત્વ્-ફઝ઼ભ્લ્ના આ કાયદા હેઠળ વારંવાર ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણમાં સંડોવાતા લોકોને ૧ વર્ષ સુધી વહીવટી ધોરણે અટકાયતમાં રાખવામાં આવે છે, જેથી તેઓ ફરીથી ગુના ન કરી શકે.