જિલ્લામાં ખેડૂતો મોબાઈલ ઍપથી ખાતરનું બુકીંગ કરાવી શકશે
- byDamanganga Times
- 04 August, 2026
વલસાડ, તા. ૦૩ ઃ ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુસર ઙ્કજ્લ્ખ્લ્ –જ્ફૂશ્વદ્દજ્ઞ્શ્રજ્ઞ્દ્યફૂશ્વ ર્લ્ીશ્રફૂ ખ્ષ્ટષ્ટશ્રર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ લ્ક્કસ્ન્દ્દફૂઙ્ખ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન દ્વારા ખેડૂતઓ રિટેલ સબસીડાઈઝ ખાતર વિક્રેતા/સહકારી મંડળી પરથી ખાતર ખરીદતા પહેલા મોબાઈલ મારફતે ખાતરનું ઙ્કજ્લ્ખ્લ્ –જ્ફૂશ્વદ્દજ્ઞ્શ્રજ્ઞ્દ્યફૂશ્વ ર્લ્ીશ્રફૂ ખ્ષ્ટષ્ટશ્રર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ લ્ક્કસ્ન્દ્દફૂઙ્ખ (અગાઉથી બુકિંગ) કરી શકશે. જેના કારણે ખાતરની ઉપલબ્ધતા અંગે પૂર્વ માહિતી તેમજ ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે.
ઉપરોક્ત સિસ્ટમની અમલવારી આગામી ટુંક સમયમાં જિલ્લામાં શરૂ થનાર છે. આ નવી ડિજિટલ વ્યવસ્થા દ્વારા ખાતર વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા વધશે, બિનજરૂરી ભીડમાં ઘટાડો થશે તેમજ ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરવામાં સહાય મળશે. જેથી જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને અનુરોધ કરવામાં આવે છે કે, પોતાની ખેડૂત નોંધણી કરાવી તેઓ આ નવી ઍપ્લિકેશન મારફત ખાતર ખરીદી અંગે માહિતી મેળવી તેનો વધુમાં વધુ લાભ મેળવે તથા આગામી સમયમાં શરૂ થનારી ભ્શ્વફૂ-ણુંંત્ત્જ્ઞ્િઁં સુવિધાનો ઉપયોગ કરવા માહિતગાર રહે.જિલ્લાના ખાતર વિક્રેતાઓ, સહકારી મંડળીઓ તથા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુ માહિતી માટે નજીકની તાલુકાના મદદનીશ ખેતી નિયામકની કચેરી તથા નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
