વાપીથી રૂ. ૨૧ લાખના ૪૨.૧૮૦ કિલો ગાંજા સાથે ૧ ઝડપાયો
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ ઓરિસ્સા રાજ્યથી સેલવાસ સંઘ પ્રદેશમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે વલસાડ જિલ્લા લ્બ્ઞ્ઍ ઍક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. ૨૧,૨૨,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફઝ઼ભ્લ્ ઍક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, સુરત વિભાગ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી. પરમારની રાહબરી હેઠળ લ્બ્ઞ્ની ટીમ વલસાડ જિલ્લામાં ઍન.ડી.પી.ઍસ.ની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગ કરી રહી હતી.
દરમિયાન સ્ન્િંં ના પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે તા. ૦૩/૦૮/૨૦૨૬ ના રોજ વાપી, ગીતાનગર પોલીસ ચોકી સામે આવેલ જુના ફાટક તરફ જતા રોડ ઉપર, કરીમા સાડી હોલસેલની દુકાનની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા આરોપી સંજય ઉર્ફે સંજય મારવાડી લ્/બ્ પ્રકાશ લુંબાજી પરમાર ઉ.વ. ૨૫, ધંધો-બેકાર, હાલ રહે. ફલેટ નં. ૧૫, પ્રતિભા કોમ્પ્લેક્સ, બાલાજી મંદિર રોડ, આમલી, દાદરા નગર હવેલી અને મૂળ રહે. ગામ બાલી, તા. જી. પાલી, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી ગેરકાયદેસર વગર પાસ-પરમીટનો ગાંજાનો જથ્થો ૪૨.૧૮૦ કિલો ગ્રામ કિ.રૂ. ૨૧,૦૯,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦, રોકડા રૂ. ૩,૩૦૦ અને ગાંજો ભરવા ઉપયોગમાં લીધેલ થેલાઓ નંગ-૫ કિ.રૂ. ૩૦૦ મળી કુલ્લે રૂ. ૨૧,૨૨,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરુદ્ધ ફઝ઼ભ્લ્ ઍક્ટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), (ત્ત્) (સી), ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
તપાસમાં ખુલ્યું કે આરોપી સંજય મારવાડી વિરુદ્ધ અગાઉ પણ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફઝ઼ભ્લ્ ઍક્ટનો ગુનો નોંધાયેલો છે. આ સમગ્ર કામગીરી પીઆઈ ડી.પી. પરમાર, પીઍસઆઈ ઍસ.આર. સુસલાદે સહિત ઍસઅોજીની ટીમે હાથ ધરી હતી.
