Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

સેલવાસમાં બેગમાંથી મહિલાનો સડેલો મૃતદેહ મળ્યો : લાશ કોની ?

સેલવાસમાં બેગમાંથી મહિલાનો સડેલો મૃતદેહ મળ્યો : લાશ કોની ?


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૩ ઃ શહેરના દાન હોટલ પાછળ આવેલા ભાડાના મકાનમાંથી સોમવારે બેગમાં મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ ઍટલી ખરાબ હાલતમાં હતો કે સ્થળ પર તેની ઓળખ શક્ય બની નહોતી. બનાવની જાણ થતાં જ સિલવાસા પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, મકાનમાં રહેતા ભાડૂતે અંદાજે બે મહિના પહેલાં મકાનમાલિકને જણાવ્યું હતું કે તે પોતાના વતન જઈ રહ્ના છે અને થોડા દિવસોમાં પરત આવશે. ઍવું પણ જાણવા મળી રહ્નાં છે કે તે મોડી રાત્રે મકાન છોડીને નીકળી ગયો હતો અને ત્યારબાદ પરત ફર્યો નહોતો.
સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લા બે મહિનાથી મકાનનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નહોતું. અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ છતાં ભાડૂત પરત ન ફરતા અને મકાન સતત બંધ રહેતાં મકાનમાલિકને શંકા ગઈ. ત્યારબાદ તેણે તાળું ખોલાવી મકાનની અંદર પ્રવેશ કર્યો હતો.
તપાસ દરમિયાન બાથરૂમમાં રાખેલી ઍક બેગમાંથી મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહની હાલત જોતા સ્થળ પર તેની ઓળખ થઈ શકી નહોતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સમાચાર લખાઈ રહ્ના હતા ત્યાં સુધી પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું નહોતું તેમજ મહિલાની ઓળખ પણ થઈ શકી નહોતી. મૃતદેહની હાલતને જોતા પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્નાં છે કે મહિલાનું મોત ઘણા અઠવાડિયા પહેલાં થયું હોઈ શકે છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ થઈ શકશે.
સમાચાર લખાઈ રહ્ના હતા ત્યાં સુધી આ સમગ્ર મામલે સિલવાસા પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું. તેથી ભાડૂતના જવાના સંજોગો, ભાડું ન ચૂકવવા સહિતની વિગતોની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.