નાનાપોîઢામાં જિલ્લાકક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ જિલ્લા કક્ષા (૧૫મી ઓગસ્ટ) સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નવરચિત નાનાપોંઢા હેલીપેડ ગ્રાઉન્ડ નાનાપોંઢા-કપરાડા રોડ ખાતે કરવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આદિજાતિ વિકાસ અને વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન થશે.
જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિવિધ વિભાગો સાથે કરવાની થતી કામગીરીની વિસ્તત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પોલીસ પરેડ, વિવિધ દેશભકિતના સાંસ્કતિક કાર્યક્રમો થશે. જેની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમને અનુલક્ષીને કામગીરી સુપેરે પાર પડે તે માટે જુદા જુદા અધિકારીઓને ફરજો સોંપવામાં આવી છે.
