દૂધની પંથકમાં વિવિધ વિદ્યાર્થીઅોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૩ ઃ દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન અને ટ્રિબ્યુટ ટ્રાઇબલ ગ્રુપ દ્વારા દૂધની ગામના સરહદી વિસ્તારમાં આવેલી ગુંસા પટેલ પાડા પ્રાથમિક શાળા ખાતે સેવા અને પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા આ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પહોંચેલા સ્વયંસેવકોનું શાળા સંચાલન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓઍ દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક નૃત્યો અને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવોઍ બિરદાવી હતી.
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શાળાના અંદાજે ૭૦ વિદ્યાર્થીઓને નોટબુક, પેન, રબર, સ્કેચ પેન સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દૂધની ગામના સરપંચ સુનીલભાઈ ખાનજોડિયા વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટે કરવામાં આવતા આવા સેવાકીય પ્રયાસોને આવકાર્યા હતા.
આયોજકોઍ જણાવ્યું હતું કે દાદરા અને નગર હવેલીના અંતરિયાળ ગામોમાં જઈને મુક્તિ દિવસની ઉજવણી કરવાનો હેતુ માત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાનો નથી, પરંતુ શિક્ષણ, સેવા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો પણ છે. કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર દાતાઓ, શાળા સંચાલન, ગ્રામજનો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
