Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

વાપી જનસેવા હોસ્પિટલમાં સર્વરોગ સાાહિક નિદાન શિબિરનો પ્રારંભ

વાપી જનસેવા હોસ્પિટલમાં સર્વરોગ સાાહિક નિદાન શિબિરનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ શ્રેયસ મેડિકેર સંચાલિત ઍમ.ઍન. મહેતા (વલવાડા) જનસેવા હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ ઇન્દ્રવદનભાઈ શાહ (ઇન્દુકાકા)ની પાંચમી પુણ્યતિથિના પાવન સ્મરણાર્થે તેમના પરિવારના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ સાાહિક નિદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શિબિર ૩ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી યોજાશે.
શિબિરમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, હાડકાં, બાળરોગ, સ્ત્રીરોગ, ફિઝિયોથેરાપી, દંતરોગ અને હૃદયરોગ વિભાગના નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક તપાસ અને પરામર્શ આપવામાં આવશે.આ ઉપરાંત લોહીની વિવિધ તપાસો, ઍક્સ-રે, સીટી સ્કેન, ઍન્જિયોગ્રાફી, ટી.ઍમ.ટી. અને ૨ઝ઼ ચ્ણૂત્ર્ં જેવી મહત્વપૂર્ણ તપાસો પર ૩૦ ટકા સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
શિબિરનો પ્રારંભ શ્રેયસ મેડિકેરના પ્રમુખ નિમિષભાઈ વશી, ટ્રસ્ટી વિનયભાઈ દેસાઈ, મુકેશભાઈ ભટેલા, ગૌતમભાઈ દેસાઈ, અજયભાઈ શાહ, હોસ્પિટલના તબીબો તેમજ સ્વ. ઇન્દ્રવદનભાઈ શાહના પરિવારજનો હરિનભાઈ શાહ અને યતિનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નિમિષભાઈ વશીઍ વાપી અને આસપાસના વિસ્તારના નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય શિબિરનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. હિમાંશુ પટેલે પણ દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. શિબિરનો સમય દરરોજ સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી અને સાંજે ૫ થી રાત્રે ૭ઃ૩૦ વાગ્યા સુધી રહેશે.