પારડી સાંઢપોરમાં અભય ફાઉન્ડેશન ટ્રસ્ટ પૂરપીડિતો અને જરૂરિયાતમંદોની વ્હારે આવ્યું
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા ૩ ઃ તાજેતરમાં વલસાડ વિસ્તારમાં આવેલા પૂરને કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે અભય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંવેદનશીલતા દાખવીને વલસાડના પારડી સાંઢપોર ગામે આવેલા રઘુવંશી નગરમ, કોટેશ્વર નગરમાં પૂરપીડિતો અને જરૂરિયાતમંદોની વહારે આવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા આફત સમયમાં લોકોને મદદરૂપ થવાના આશયથી વ્યાપક રાહત અને સહાય અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રાશન અને ખાદ્યસામગ્રી ૃઅનાજ, લોટ સહિતની જીવનજરૂરી ખાદ્ય સામગ્રીની કીટ અપાઈ હતી.
રસોઈ કીટમાં વિશેષરૂપે દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ ગંગા સ્વરૂપા બહેનોને ઘરવખરી માટે ઉપયોગી ઍવી સંપૂર્ણ રસોઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુશ્કેલીના સમયમાં સમાજના છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવીઍ જ સાચી માનવસેવા છે.
આ સમગ્ર રાહત કાર્ય ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ભાવનાબેન મિસ્ત્રી તથા ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો અને સ્વયંસેવકોના સહિયારા પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોઍ અભય ફાઉન્ડેશન ટ્રસ્ટની આ સરાહનીય કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
