Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

આજે વલસાડમાં મહિલા રોજગાર મેળો યોજાશે

આજે વલસાડમાં મહિલા રોજગાર મેળો યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ મિશન શક્તિ અને નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લામાં મહિલાઓ માટે વિશેષ રોજગાર અને સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  જિલ્લા રોજગાર કચેરી અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, વલસાડ દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના સહયોગથી તા.૦૪/૦૮/૨૦૨૬ મંગળવારના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે યોજાશે. ભરતી મેળાનું સ્થળ પ્રજાપતિ વાડી, શ્રી પ્રજાપતિ સમાજ ઉત્કર્ષ મંડળ પારડી, નેશનલ હાઈવે ૪૮ની બાજુમાં, સદગુરુ સોસાયટી, તાલુકો પારડી રાખવામાં આવ્યું છે. આ મેળામાં જિલ્લાની ૭ જેટલી નામાંકિત કંપનીઓ દ્વારા કુલ ૪૧૦ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ ૫ પાસથી લઈને ગ્રેજ્યુઍટ તેમજ ત્વ્ત્ પાસ ફ્રેશર અને અનુભવી મહિલાઓ માટે રોજગારીની સુવર્ણતક છે. સૌથી વધુ ૨૦૦ જગ્યાઓ વેલસ્પન લિવિંગ લિમિટેડમાં અને ૧૦૦ જગ્યાઓ ક્રિઍટિવ ગાર્મેન્ટ્સમાં ઉપલબ્ધ છે.રોજગાર મેળવવા ઈચ્છુક તમામ મહિલાઓઍ પોતાના જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો સાથે નિયત સમયે ઉપસ્થિત રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.