વલસાડની કોમર્સ કોલેજમાં મેહંદી સ્પર્ધા યોજાઈ
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ નૂતન કેળવણી મંડળ સંચાલિત શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ, વલસાડમાં સધારા અને સાંસ્કૃતિક સમિતિ અંતર્ગત વિદ્યાર્થીઓની સુષુ શક્તિનો વિકાસ થાય તેમજ મેહંદીના રંગોને અલંકારિક રીતે રજુ કરી શકાય તે માટે ઍક મેહંદી સ્પર્ધાનું આયોજન કોલેજના લાયબ્રેરી ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં કુલ ૧૩ વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં, ટ્રેડીશનલ મેહંદીમાં કુ.વિશાખા પાટીલ ટી.વાય. અને પ્રગતિ રાણા ટી.વાય., દ્વિતીય ક્રમે ટીશા નાયકા ટી.વાય. અને હની ચાંપાનેરી ઍસ.વાય., તૃતીય ક્રમે નંદની સોલકર ઍફ.વાય. અને પ્રતીક્ષા હળપતિ ઍફ.વાય., તેમજ અરેબિક મેહંદીમાં પ્રથમ ક્રમે આશિયા કયાત, ઍસ.વાય., દ્વિતીય ક્રમે પ્રિયા વિશ્વકર્મા, ઍફ.વાય. વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં ડૉ. સપના રાવલ, પ્રો.હેમાંગીની શાહ, પ્રો.દિવ્યા ઢીમ્મરઍ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોની પ્રસ્તુતિઓનું નિષ્પક્ષતા અને પ્રસંશાપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમજ પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા સધારા અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા ડૉ. દક્ષાબેન જી. ઠાકોર, સહ અધ્યક્ષા ડૉ.મિનાક્ષી જરીવાલા, સભ્ય પ્રા. કિંજલ પટેલ અને સભ્ય પ્રા.પ્રિયા ગાંધી દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સ્પર્ધાનું સંચાલન પ્રો.પ્રિયા ગાંધીઍ કર્યું હતું. સ્પર્ધાના સફળ આયોજન માટે કોલેજના ઇન્ચાર્જે આચાર્ય પ્રા. વિજયકુમાર આર.ચાંપાનેરીઍ શુભેચ્છા પાઠવી હતી.
