Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

દાદરા ચેકપોસ્ટથી મોબાઈલ સ્નેચિંગ કરનાર ઝડપાયો

દાદરા ચેકપોસ્ટથી મોબાઈલ સ્નેચિંગ કરનાર ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ -તિનિધિ)
વાપી, તા.૩૧ ઃ ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી કુલ ૪ મોબાઇલ ફોનનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
દાદરા ચેક પોસ્ટ પાસે, દાદરાથી વાપી તરફ જતા રોડ ઉપર તલવાડીના રહીશ ફરિયાદી ચાલતા જતા હતા. તે સમયે મોપેડ પર આવેલા અજાણ્યા શખ્સો પૈકી પાછળ બેઠેલા ઇસમે ફરિયાદીના હાથમાંથી રિયલમી કંપનીનો ૧૫ ભ્શ્વં મોડલનો ઍન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ. ૩૦,૦૦૦/- આંચકીને ભાગી ગયો હતો. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ડુંગરા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ઍન. ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્નામન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઍનાલિસીસના આધારે આનંદ ઉર્ફે ગુડ્ડુ  અશોકભાઈ ઘો. પટેલ ઉ.વ. ૨૨, રહે. ધોપીખૂટક મજૂરી રહે. લવાછા, ગોદામ ફળિયા, સ્ટુડન્ટ અચિવમેન્ટ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના પાછળ, તા. નાનાપોંઢા, જિ. વલસાડને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી સામે  વાપી ઞ્ત્ઝ઼ઘ્ પો.સ્ટે.માં અને સેલવાસ પો.સ્ટે.માં ૨ ગુનાઓ  વિવિધ કલમો હેઠળ નોંધાયેલા છે. આ ગુનામા મોહમ્મદ હનીક ઉર્ફે મુસા મોહમ્મદ ઇસ્લામ અંસારી  રહે. ડુંગરી ફળિયા ધોડીયાવાડ ને વોન્ટેડ જાહેર કર્યો છે.
પકડાયેલા આરોપી પાસે અલગ-અલગ જગ્યાઍથી સ્નેચ કરેલા કુલ ૪ ઍન્ડ્રોઇડ મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. જેમાં રિયલમી, વીવો, મોટોરોલા અને રેડમી કંપનીના ફોનનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.ઍન. ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચોટેલિયા સહિત ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે જહેમત ઉઠાવી હતી. હાલ પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.