Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીના હરિયાપાર્ક પાસે જૂની અદાવતમાં યુવક પર હુમલો

વાપીના હરિયાપાર્ક પાસે જૂની અદાવતમાં યુવક પર હુમલો


વાપી, તા.૩૧ ઃ વાપીના હરિયા સ્કૂલ સામે હરિયાપાર્ક પાસે જૂની અદાવત રાખીને ત્રણ શખ્સોઍ ઍક યુવક પર પ્લાસ્ટિકના પાઇપથી હુમલો કરીને માર માર્યો હોવાની ફરિયાદ ડુંગરા પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ સુભમ તિવારી રહે. ચણોદ, ગતરોજ રાત્રે મિત્રો સાગર વર્મા અને નિતીશ યાદવ સાથે પોતાની ગાડી લઈને હરિયાપાર્ક ગયો હતો. ત્યાં આરોપી હર્ષ પટેલ મિત્રોને ભેગા મળીને ખર્ચ પેટે ભેગા કરેલા પૈસા પરત માંગવા અંગેની જૂની અદાવત રાખીને હર્ષ પટેલે સુભમ સાથે ઝઘડો કરી પાઇપ કાઢીને માથા અને શરીરે માર માર્યો હતો. આ દરમિયાન જીત કિરનભાઈ પટેલ અને સર્વેશ દુબે પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્રણેયઍ ભેગા મળીને સુભમને બિભત્સ ગાળો આપી માર માર્યો હતો. હુમલામાં સુભમનો મોબાઇલ તૂટી જતાં રૂ. ૪૦,૦૦૦ નું નુકસાન થયું હતું. બેભાન થઈ ગયેલા સુભમને ૧૦૮ મારફતે હરિયા હોસ્પિટલ લઈ જવાયો હતો. આ અંગે સુભમના ભાઈ શિવમ તિવારીઍ હર્ષ કિરનભાઈ પટેલ, જીત કિરનભાઈ પટેલ અને સર્વેશ ઉર્ફે ગોલુ દુબે સામે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.