Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ગણદેવામાં ટેમ્પો પર વીજ તાર પડતાં ૩ યુવકના મોત

ગણદેવામાં ટેમ્પો પર વીજ તાર પડતાં ૩ યુવકના મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૩૧ ઃ ગણદેવા ગામની હદમાં હટવાડાથી ગણદેવા ચાર રસ્તા જતા રોડ પર ચોમાસાના વરસાદ અને પવન વચ્ચે  શુક્રવાર સવારે અકસ્માત સર્જાયો હતો. છૂટક મજૂરી અર્થે છોટા હાથી ટેમ્પો (નં. ઞ્થ્-૨૧-ષ્-૬૭૦૭) માં જઈ રહેલા મજૂરો પર અચાનક વીજ પ્રવાહનો ચાલુ વાયર તૂટી પડ્યો હતો.વાયર ટેમ્પોના ડાલા ભાગે અડી જતાં અંદર બેઠેલા યુવકોને વીજ કરંટ લાગ્યો હતો.
ગોઝારી ઘટનામાં ગણદેવા નહેર ફળિયાના વતની નીતીનભાઈ વિનોદભાઈ હળપતિ (ઉં.વ. ૩૨), કલ્પેશભાઈ અનિલભાઈ હળપતિ (ઉં.વ. ૨૭) અને જીગરભાઈ નીતીનભાઈ હળપતિ (ઉં.વ. ૨૧) નું મોત નીપજ્યું હતું.
ઘટના સમયે તેઓને બચાવવા ગયેલા અન્ય ત્રણ લોકોને પણ ઓછો-વત્તો કરંટ લાગ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખારેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે સોહન ઉર્ફે છીબુ દિનેશભાઈ હળપતિની જાહેરાતના આધારે ગણદેવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.