Damanganga Times.

Damanganga Times.

August 04, 2026

ડાંગના મહાલની ઍકલવ્ય શાળાના ૩૧૧ વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર

ડાંગના મહાલની ઍકલવ્ય શાળાના ૩૧૧ વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
આહવા, તા.૩૧ ઃ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્ના છે, જેમાં આજે સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ સ્થિતિને પગલે સુબીર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર મહાલ ખાતે આવેલી ઍકલવ્ય મોડેલ સ્કૂલ ના પ્રાંગણમાં પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીને ધ્યાને રાખીને, અગમચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રની ટીમે શાળાના ૩૧૧ વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની માધ્યમિક શાળામાં સહી-સલામત રીતે સ્થળાંતરિત કર્યા હતા. આ કામગીરીમાં સુબીર મામલતદાર, સુબીર પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા તેમની ટીમ, શાળાના શિક્ષકો અને સ્થાનિક ગ્રામજનોઍ સહયોગ આપ્યો હતો. તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમના માટે રહેવા તેમજ જમવાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડાંગ જિલ્લા કલેક્ટર  ઍન.ડી. પરમાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્ના છે અને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપી રહ્ના છે. આ ઉપરાંત, સંભવિત કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે.