Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપી પંથકમાં વરસાદે પોરો ખાધો

વાપી પંથકમાં વરસાદે પોરો ખાધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ  વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં અપેક્ષા મુજબ ભારે વરસાદ પડ્યો ન હતો. દિવસ દરમિયાન વાપી પંથકમાં સરેરાશ માત્ર ૩૨ મીમી ઍટલે કે માંડ ૧ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો. સામાન્ય વરસાદ પડતા વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોઍ રાહત અનુભવી હતી. વરસાદની આગાહીના પગલે સવારથી જ શહેરમાં ધીમી ગતિ જોવા મળી હતી. અનેક વાલીઓઍ બાળકોને શાળાઍ ન મોકલ્યા હતા.
ઘણા લોકોઍ નોકરી-ધંધે જવાનું ટાળ્યું હતું. જ્યારે કેટલાક કર્મચારીઓ બપોર બાદ વરસાદનું જોર વધશે તેવી બીકે વહેલા ઘરે પરત ફર્યા હતા. બજારોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીઍ ઓછી ભીડ જોવા મળી હતી. વાપી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ આજના વરસાદ સાથે વાપીની સિઝનનો કુલ વરસાદ ૮૦ ઇંચની નજીક પહોંચી ગયો છે.