Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીની હાર્દિક જાષી કરાટે ઍકેડમીમાં ગુરુપૂર્ણિમા ઉજવાઈ

વાપીની હાર્દિક જાષી કરાટે ઍકેડમીમાં ગુરુપૂર્ણિમા ઉજવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ વાપીમાં છેલ્લા અનેક વર્ષોથી હાર્દિક જોષી કરાટે ઍકેડેમી દ્વારા ગુરુ-શિષ્ય પરંપરાને જીવંત રાખતા ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્લેક બેલ્ટ વિદ્યાર્થીઓઍ તેમના ગુરુ હાર્દિક જોષીનું સન્માન કરી ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી આશીર્વાદ પ્રા કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તમામ બ્લેક બેલ્ટ વિદ્યાર્થીઓઍ માતા-પિતા, ગુરુજનો અને સમાજ પ્રત્યે આદર રાખવા, નબળાઓનું રક્ષણ કરવા, પોતાના જ્ઞાનનો ક્યારેય દુરુપયોગ ન કરવા તેમજ જીવનભર શીખતા અને સેવા કરતા રહેવાની પ્રતિજ્ઞા લીધી.
કાર્યક્રમનું આયોજન સીનિયર સેન્સેઈ યોગેશ સુલાખે, સંતોષ ઓગી, વિકાસ ચૌધરી, આશિષ હલપતિ અને અભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંચાલન સેન્સેઈ ગ્લોરીઍ કર્યું હતું.