Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

પૂર બાદ જિલ્લામાં ૧૯,૮૦,૯૭૬ લોકોના આરોગ્યની તપાસ કરાઈ

પૂર બાદ જિલ્લામાં ૧૯,૮૦,૯૭૬ લોકોના આરોગ્યની તપાસ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ તેમજ રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આરોગ્ય ટીમો સક્રિય થઈ ગઈ છે. જિલ્લામાં કુલ ૧૧૦ ગામ અને વોર્ડ અસરગ્રસ્ત થયા છે, જેમાં કુલ ૪૧,૮૨૮ લોકો પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં ૭૬૩ મેડિકલ અને પેરામેડિકલ ટીમો કાર્યરત છે, જેમના દ્વારા ૧૯,૮૦,૯૭૬ વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઝાડા, ઉલટી, શરદી, તાવ અને ખાંસી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સમયસર તપાસ અને સારવાર સુનિડ્ઢિત કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્નાં છે.
અત્યાર સુધીમાં કુલ ૩,૬૧,૮૮૮ ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ પાણીના શુદ્ધિકરણ માટે મોટા પ્રમાણમાં ચૂનાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉકાળેલું પાણી પીઍ અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યા જણાય તો તુરંત જ નજીકના મેડિકલ કેમ્પ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.