Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ભિલાડ-પલાટપાડામાં ફૂટબોલ ટુર્ના. સંપન્ન

ભિલાડ-પલાટપાડામાં ફૂટબોલ ટુર્ના. સંપન્ન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૩૦ ઃ ભિલાડ–પલાટપાડા ખાતે આયોજિત જ્ઘ્ગ્ ફૂટબોલ ટુર્નામેન્ટ–૨૦૨૬નો ભવ્ય સમાપન ફાઈનલ મેચ સાથે થયો હતો. ફાઈનલમાં કચીગામ અને નંદીગામની ટીમો આમને-સામને આવી હતી. રોમાંચક અને કાંટાની ટક્કર વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં કચીગામની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને નંદીગામને પરાજય આપ્યો હતો. આ જીત સાથે કચીગામે જ્ઘ્ગ્ ફૂટબોલ ટુર્નામેન્ટ–૨૦૨૬નો ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો, જ્યારે નંદીગામની ટીમ ઉપવિજેતા રહી હતી. સમાપન સમારોહમાં ભાજપ તાલુકા ઍસ.ટી. મોરચાના સભ્ય નિતેશભાઈ પાટકર, તાલુકા યુવા મોરચાના મહામંત્રી પ્રતીક વારલી તથા કાર્યકર અજિતભાઈ દાદરકરના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી ઍનાયત કરવામાં આવી હતી. મહાનુભાવોઍ બંને ટીમોના ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમતની ભાવના જાળવી રાખી ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ આપી હતી. ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ભાવેશભાઈ, નિમેષભાઈ, વિમલભાઈ તથા જ્ઘ્ગ્ ટીમ, પલાટપાડા (ભિલાડ)**ની કામગીરીને ઉપસ્થિતોઍ બિરદાવી હતી.